Prothionamide

Prothionamide વિશેની માહિતી

Prothionamide ઉપયોગ

ટ્યુબરક્યુલોસિસ, ક્ષય રોગ ની સારવારમાં Prothionamide નો ઉપયોગ કરાય છે

Prothionamide કેવી રીતે કાર્ય કરે

Prothionamide ઍન્ટિબાયોટિક છે. તે ટ્યુબરક્યુલોસિસનું કારણ બનતા બૅક્ટેરિયાની વૃદ્ધિને ધીમી પાડીને કાર્ય કરે છે.

Prothionamide ની સામાન્ય આડઅસરો

ભૂખમાં ઘટાડો, ઉબકા, ઊલટી, હોજરીમાં બળતરા, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન (લોહીનું ઓછું દબાણ), હતાશા, નિર્બળતા, ઘેન

Prothionamide માટે ઉપલબ્ધ દવા

  • ₹202
    Macleods Pharmaceuticals Pvt Ltd
    1 variant(s)
  • ₹92
    Medispan Ltd
    1 variant(s)
  • ₹97
    Lupin Ltd
    1 variant(s)
  • ₹153
    Cadila Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹34
    Maneesh Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹130
    Brilliant Lifesciences Pvt Ltd
    1 variant(s)
  • ₹135
    Radicura Pharma pvt ltd
    1 variant(s)

Prothionamide માટે નિષ્ણાત સલાહ

14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં પ્રોથિઓનિમાઈડની ભલામણ નથી.
જો તમને ડાયાબિટીસ, વાઈ, હતાશા, અન્ય માનસિક બિમારી, કિડનીનો તીવ્ર રોગ, યકૃતની સમસ્યાઓ, અથવા દૃષ્ટિની સમસ્યાઓ હોય અથવા હતી તો પ્રોથિઓનિમાઈડ લેતા પહેલાં તમારા ડોકટરને જણાવો.
જો તમને માનસિક વિકારનો ઈતિહાસ હોય તો પૂર્વ સાવચેતીઓ લેવી, કેમ કે પ્રોથિઓનિમાઈડથી ઉત્તેજના થઈ શકે છે.
પ્રોથિઓનિમાઈડની સારવાર પર હોવ તે દરમિયાન લોહીમાં સાકરના સ્તરોમાં બદલાવ માટે, યકૃતની કામગીરી, અને થાઈરોઈડની કામગીરીના પરીક્ષણોને, દૃષ્ટિની તપાસ માટે, લોહીના પરીક્ષણોથી તમારી દેખરેખ રાખી શકાશે.
પ્રોથિઓનિમાઈડ ઉપચાર દરમિયાન દારૂ પીવો નહીં, કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
પ્રોથિઓનિમાઈડ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો આપવી જોઇએ નહીં.
પેટ અને/અથવા નાના આંતરડાના ઉપલા ભાગમાં અલ્સર, આંતરડાનો રોગ જેનાથી આંતરડામાં વારંવાર અલ્સર થાય, પેટમાં દુખાવો, વારંવાર અતિસાર/મરડો થવો, અલ્સરેટિવ કોલાઈટિસવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.
સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને આપવી જોઇએ નહીં.
યકૃતના તીવ્ર રોગવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.
દારૂની આદતવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.