Tenofovir disoproxil fumarate

Tenofovir disoproxil fumarate વિશેની માહિતી

Tenofovir disoproxil fumarate ઉપયોગ

એચઆઇવી ચેપ અને દીર્ધકાલિન હેપટાઇટિસ B ની સારવારમાં Tenofovir disoproxil fumarate નો ઉપયોગ કરાય છે

Tenofovir disoproxil fumarate કેવી રીતે કાર્ય કરે

તે વાયરસની સંખ્યાના વધારાને પ્રતિબંધિત કરીને કાર્ય કરે છે, જેથી ચેપગ્રસ્ત દર્દીમાં તેમના સ્તર ઘટે છે.

Tenofovir disoproxil fumarate ની સામાન્ય આડઅસરો

અતિસાર, ઊલટી, ઉબકા, ચક્કર ચડવા, લાલ ચકામા

Tenofovir disoproxil fumarate માટે ઉપલબ્ધ દવા

  • ₹1540
    Cipla Ltd
    1 variant(s)
  • ₹1539
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹1173
    Mylan Pharmaceuticals Pvt Ltd - A Viatris Company
    1 variant(s)
  • ₹1310
    Natco Pharma Ltd
    2 variant(s)
  • ₹1233
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹479 to ₹1508
    Torrent Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹1406
    Wockhardt Ltd
    1 variant(s)
  • ₹487 to ₹1540
    Hetero Drugs Ltd
    3 variant(s)
  • ₹1487
    Abbott
    1 variant(s)
  • ₹1500
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)

Tenofovir disoproxil fumarate માટે નિષ્ણાત સલાહ

  • બીજી દવાઓના સંયોજનમાં જો તમે ટેનોફોવિર ધરાવતી દવા પહેલેથી લેતાં હોવ તો ટેનોફોવિર ન લેવી.
  • બીજી દવાઓ જે સંભવિતપણે તમારી કિડનીને નુકસાન પહોંચાડે તે સાથે ટેનોફોવિર ન લેવી; ખાસ કરીને એડેફોવિર (હેપટાઈટિસ B ની સારવારમાં વપરાય) સાથે.
  • જો તમને નીચેના લક્ષણો જણાય તો તત્કાલ તમારા ડોકટરનો સંપર્ક કરવો : ઊંડા અને ઝડપી શ્વાસ, સુસ્તી, ઊલટી (ઉબકા)ની લાગણી, ઊલટી, સ્નાયુનો દુખાવો અથવા નબળાઈ, તમારા હાથ-પગમાં સંવેદનશૂન્યતા કે ઠંડા પડવાની લાગણી, પેટનો દુખાવો, હૃદયના ઝડપી કે અનિયમિત ધબકારા, નબળાઈ કે થકાવટનો અનુભવ. આ લેક્ટિક એસિડોસિસ (લોહીમાં વધુ પડતો લેક્ટિક એસિડ) તરીકે ઓળખાતી ટેનોફોવિરની જીવલેણ આડઅસર થવાનો નિર્દેશ હોય શકે. ખુબ વધુ વજનવાળી સ્ત્રીઓમાં અથવા લાંબા સમયથી ન્યુક્લિયોસાઈડ એન્ટિવાઇરલ લેતી હોય તેવી સ્ત્રીઓમાં ઘણીવાર વધુ લેક્ટિક એસિડોસિસ જોવા મળે છે.
  • ટેનોફોવિર તમારી કિડનીને (નેફ્રોટોક્સિસિટી) નુકસાન પહોંચાડી શકે. ટેનોફોવિરની સારવાર પર હોવ ત્યારે તમારે કિડનીની કામગીરી પર (કિડનીના આરોગ્યનું મૂલ્યાંકન કરવા લોહી પરીક્ષણ) સતત દેખરેખ રાખવાની સલાહ અપાય છે.
  • જો તમને નીચેના લક્ષણો જણાય તો તમારા ડોકટરનો તત્કાલ સંપર્ક કરો : સતત ઊલટી થાય તેવું લાગે (ઉબકા), પેટના ઉપલા ભાગમાં દુખાવો, ખંજવાળ, ભૂખની રુચિ ન રહેવી, ઘેરા રંગનો પેશાબ, માટીના રંગનો મળ, કમળો (યકૃતની અસાધારણ કામગીરી જેનાથી ત્વચા કે આંખો પીળી થાય). આ યકૃતને તીવ્ર નુકસાન થઈ હોવાનું સૂચવી શકે છે.
  • ટેનોફોવિર લેવા દરમિયાન હાડકાંની ખનિજ ઘનતા ઘટે છે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ટેનોફોવિર લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.
  • જો તમે સ્તનપાન કરાવતાં હોવ તો ટેનોફોવિર ન લેવી.
  • ટેનોફોવિર થી, ખાસ કરીને, એચઆઈવી સાથેના ઉંમરવાળા દર્દીઓમાં લિપોડાયસ્ટ્રોફી (શરીરની ચરબીમાં ફેરફાર - શરીરની ચરબી બંધાય કે ઘટે) થઈ શકે. ઉંમરવાળી વ્યક્તિઓમાં ચરબીની પુનર્વિતરણની શારીરિક તપાસ, લિપિડની લોહીની સપાટી પર અને સાકર પર દેખરેખ રાખવી.
  • એચઆઈવી વાયરસ બીજાઓમાં ફેલાતો અટકાવવા જરૂરી પૂર્વસાવચેતી (સલામત સેક્સ પદ્ધતિ અપનાવવી અને અન્ય જીવનશૈલીમાં ફેરફારો કરવા) તેમજ પગલા અંગે તમારા ડોકટર સાથે ચર્ચા કરવી.