Quinine

Quinine વિશેની માહિતી

Quinine ઉપયોગ

મેલેરિયા અને સેરેબ્રલ (મગજનો) મેલેરિયા ની સારવારમાં Quinine નો ઉપયોગ કરાય છે

Quinine કેવી રીતે કાર્ય કરે

Quinine એ શરીરમાં મેલેરિયાના જીવાણુઓની સંખ્યા ઘટાડે છે.

Quinine ની સામાન્ય આડઅસરો

ઉબકા, પેટમાં દુખાવો, ઝાંખી દ્રષ્ટિ, ચક્કર ચડવા, ચહેરા પર લાલાશ, માથાનો દુખાવો, હૃદયના ધબકારાના દરમાં ફેરફાર, કાનમાં ઘંટડી વાગવી, પરસેવામાં વધારો, ચક્કર, ઊલટી

Quinine માટે ઉપલબ્ધ દવા

  • ₹9 to ₹133
    Ipca Laboratories Ltd
    6 variant(s)
  • ₹27 to ₹114
    McW Healthcare
    5 variant(s)
  • ₹28 to ₹114
    McW Healthcare
    3 variant(s)
  • ₹19 to ₹133
    Shreya Life Sciences Pvt Ltd
    4 variant(s)
  • ₹15 to ₹58
    Skymax Laboratories Pvt Ltd
    5 variant(s)
  • ₹45 to ₹118
    Lark Laboratories Ltd
    3 variant(s)
  • ₹9 to ₹55
    Cipla Ltd
    3 variant(s)
  • ₹59 to ₹70
    Leben Laboratories Pvt Ltd
    2 variant(s)
  • ₹54
    Lincoln Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹59 to ₹65
    Leo Pharmaceuticals
    2 variant(s)

Quinine માટે નિષ્ણાત સલાહ

  • પેટની ગરબડની શક્યતા ઘટાડવા ભોજન સાથે આ દવા લેવી.
  • જો તમને હૃદયના અનિયમિત ધબકારા ને લગતી હૃદયની સમસ્યા હોય અથવા યકૃત કે કિડનીના કોઇપણ વિકાર તો તમારા ડોકટરને જણાવો.
  • જો તમને ન સમજાવી શકાય તેવા કારણસર રક્તસ્ત્રાવ કે ચકામાનો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી, કેમ કે ક્વિનાઈન થી લોહીમાં પ્લેટલેટની સંખ્યા ઘટી જઇ શકે (થોમ્બ્રોસાઈટોપેનિયા).
  • ક્વિનાઈનની સારવાર દરમિયાન તમારે લોહીમાં ગ્લુકોઝની સપાટી નિયમિત તપાસવી જોઇએ.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો ક્વિનાઈન કે તેના કોઈપણ ઘટક તત્વ અથવા મેફ્લોક્વિન કે ક્વિનીડાઈન કે તેના કોઈપણ ઘટક તત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે ન લેવી.
  • લાંબા QT ઈન્ટરવલ (હૃદય વિકારમાં પરિણમતી હૃદયની અનિયમિત ઈલેક્ટ્રિકલ પ્રવૃત્તિ) ધરાવતાં દર્દીઓએ આ દવા ન લેવી.
  • ગ્લુકોઝ-6-ફોસ્ફેટ ડીહાઈડ્રોજીનેસ ન્યૂનતાથી પીડાતા દર્દીઓએ (વારસાગત વિકાર જેનાથી લાલ રક્તકોષોને અસર થાય) આ દવા ન લેવી.
  • માયસ્થેનિયા ગ્રેવિસ (જૂજ વિકાર જેમાં સ્નાયુની તીવ્ર નબળાઈ જણાય) થી પીડાતા હોવ તો લેવી નહીં.
  • જો દર્દીઓને આંખના ન્યુરિટિસ (આંખની ચેતાનો સોજો જેનાથી દૃષ્ટિમાં વિકાર થાય) હોય તો લેવી નહીં.
  • કાળાપાણીનો તાવ (મલેરિયાની જટિલતા), થ્રોમ્બોટિક થ્રોમ્બોસાયટોપેનિક પુરપુરા (જૂજ લોહીનો વિકાર) અથવા થ્રોમ્બોસાયટોપેનિયા (લોહીમાં પ્લેટલેટની અસાધારણ ઓછી સંખ્યા)ના ઇતિહાસવાળા દર્દીઓએ લેવી નહીં.
  • જો દર્દીઓને ઝણઝણાટી (કાનમાં ઘંટડી જેવો અવાજ સંભાળાવો) અથવા હેમેટ્યુરિયા (પેશાબમાં લોહી) ના દર્દીઓએ લેવી નહીં.