Pegfilgrastim

Pegfilgrastim વિશેની માહિતી

Pegfilgrastim ઉપયોગ

કીમોથેરાપી પછી ચેપ ને અટકાવવા માટે Pegfilgrastim નો ઉપયોગ કરાય છે

Pegfilgrastim કેવી રીતે કાર્ય કરે

Pegfilgrastim એ શરીરમાં વધુ કોષો બનાવવા શરીરને મદદ કરીને કાર્ય કરે છે, જે ચેપ સામે લડે છે અને લોહીના યુવાન કોષોમાંથી સંપૂર્ણ કાર્ય કરતાં લોહીના કોષો બનાવવામાં પણ મદદ કરે છે.

Pegfilgrastim ની સામાન્ય આડઅસરો

હાડકામાં દુખાવો, સાંધામાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા, લોહીમાં ઘટેલ પ્લેટલેટ્સ, સ્નાયુમાં દુખાવો , પીઠનો દુઃખાવો, હાથપગમાં પીડા, ઇંજેક્ષન આપ્યાની જગ્યાએ દુખાવો

Pegfilgrastim માટે ઉપલબ્ધ દવા

  • ₹5240
    Zydus Cadila
    1 variant(s)
  • ₹3311
    Dr Reddy's Laboratories Ltd
    1 variant(s)
  • ₹3550 to ₹3905
    Intas Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹6984
    Abbott
    1 variant(s)
  • ₹3420
    Biochem Pharmaceutical Industries
    1 variant(s)
  • ₹5040
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹4992
    Panacea Biotec Ltd
    1 variant(s)
  • ₹4172 to ₹5994
    Lupin Ltd
    2 variant(s)
  • ₹6400
    Zuventus Healthcare Ltd
    1 variant(s)
  • ₹6334
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)

Pegfilgrastim માટે નિષ્ણાત સલાહ

  • શરીર પર ઈંજેક્ટરનો (પેગફિલગ્રાસ્ટિમ વાપરવામાં સહાય કરવા તમારા શરીર પર લગાડેલ નાનું ડિવાઇસ) ઉપયોગ કર્યા પછી લગભગ 30 કલાક મુસાફરી ન કરવી, ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં.
  • સારવાર દરમિયાન સંપૂર્ણ લોહી કાઉન્ટની (વિવિધ શ્વેતકોષો અને પ્લેટલેટ કાઉન્ટ સહિત) અને બરોળના કદની તમારે વારંવાર તપાસ કરાવવી જોઇએ.
  • પેગફિલગ્રાસ્ટિમ લીધા પછી પેટની ઉપર ડાબી બાજુ કે ખભામાં દર્દ થતું હોય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી, આનાથી બરોળ સાથે સંકળાયેલ ગંભીર આડઅસરો થયાનો નિર્દેશ કરી શકે (બરોળનું ભંગાણ).
  • તમને તાવ, ચેપનાં કોઈ લક્ષણો કે ચિહ્નો, ફોલ્લી, ફ્લશિંગ, ચક્કર કે હાંફ ચઢવી અને ફેફસામાં તીવ્ર ઈજા તથા ફેફસામાં ન્યુટ્રોફિલ્સનું સ્થળાંતર (શ્વાસોચ્છવાસની તીવ્ર તકલીફો) થાય તો પેગફિલગ્રાસ્ટિમ લેવાનું બંધ કરવું.
  • પેગફિલગ્રાસ્ટિમ લેતાં પહેલાં, જો તમને સિકલ સેલ એનીમિયા હોય, જો તમને લેટેક્સની એલર્જી હોય અથવા એક્રીલિક એડહેસિવ સામે ત્વચાની તીવ્ર પ્રતિક્રિયા થાય તો તમારા ડોકટરને જાણ કરો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.