Olopatadine

Olopatadine વિશેની માહિતી

Olopatadine ઉપયોગ

એલર્જીક વિકાર ની સારવારમાં Olopatadine નો ઉપયોગ કરાય છે

Olopatadine કેવી રીતે કાર્ય કરે

Olopatadine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

Olopatadine ની સામાન્ય આડઅસરો

ઘેન, નિર્બળતા, સૂકું મોં, અતિસંવેદનશીલતા

Olopatadine માટે ઉપલબ્ધ દવા

  • ₹70 to ₹313
    Ajanta Pharma Ltd
    6 variant(s)
  • ₹149 to ₹311
    Sun Pharmaceutical Industries Ltd
    7 variant(s)
  • ₹436
    Novartis India Ltd
    1 variant(s)
  • ₹58 to ₹164
    Cipla Ltd
    2 variant(s)
  • ₹140
    Ajanta Pharma Ltd
    1 variant(s)
  • ₹181
    Indoco Remedies Ltd
    1 variant(s)
  • ₹114 to ₹126
    Lupin Ltd
    3 variant(s)
  • ₹155
    Intas Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹116 to ₹180
    Sunways India Pvt Ltd
    2 variant(s)
  • ₹166
    Micro Labs Ltd
    1 variant(s)

Olopatadine માટે નિષ્ણાત સલાહ

જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરની સલાહ લેવી અથવા ઓલોપેટાડાઈન લેવી નહીં.
ઓલોપેટાડાઈન સારવાર બંધ કરતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
આંખનાં ટીંપા :
  • તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતાં હોવ ત્યારે ઓલોપેટાડાઈન ટીંપા ન વાપરવાં. આંખમાં ઓલોપેટાડાઈન ટીંપા નાંખ્યા પછી ઓછામાં ઓછી 10-15 મિનિટ સુધી કોન્ટેક્ટ લેન્સ પહેરવાં નહીં.
  • ઓલોપેટાડાઈન આંખના ટીંપાની સારવાર ચાલુ હોય અથવા આંખમાં સોજો હોય અને આંખ લાલ હોય ત્યારે કોન્ટેક્ટ લેન્સ ન વાપરો.
  • કામચલાઉ દૃષ્ટિમાં ઝાંખપ કે અન્ય જોવાની તકલીફ હોય તો ડ્રાઇવ કરવામાં કે મશીનોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે. જો ઓલોપેટાડાઈન આંખનાં ટીંપા નાંખ્યા પછી દૃષ્ટિ ઝાંખી થાય તો જ્યાં સુધી દૃષ્ટિ ચોખ્ખી થાય ત્યાં સુધી ડ્રાઇવ કરવું નહીં કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમે ઓલોપેટાડાઈનની સાથે અન્ય આંખના ટીંપા કે આંખની મલમની દવાઓનો સહવર્તી ઉપયોગ કરી રહ્યા હોવ તો, દરેક દવાની વચ્ચે 5 મિનિટનો ગાળો રાખવો; આંખનું મલમ છેલ્લે વાપરવું જોઇએ.
  • આંખના ટીંપા વાપરતી વખતે અહીં દાખલ કરેલ પેકેજમાં આપેલ વપરાશના આદેશો હંમેશા અનુસરવા.
મોં દ્વારા લેવી :
  • ઓલોપેટાડાઈન મોંથી લેવામાં આવે ત્યારે ઘેન આવી શકે. મોંથી ઓલોપેટાડાઈન લો ત્યારે કાર ચલાવવી નહીં કે મશીનરી ચલાવવી નહીં.
  • મૂત્રપિંડ વિકાર કે યકૃત વિકાર હોય તો મોંથી ઓલોપેટાડાઈનનો ઉપયોગ ન કરવો.