Isotretinoin

Isotretinoin વિશેની માહિતી

Isotretinoin ઉપયોગ

ખીલ (ફોલ્લી) ની સારવારમાં Isotretinoin નો ઉપયોગ કરાય છે

Isotretinoin કેવી રીતે કાર્ય કરે

Isotretinoin એ ત્વચાના કુદરતી તેલના ઉત્પાદનને ઘટાડે છે અને ત્વચના સોજા અને લાલાશને પણ ઘટાડે છે.
આઈસોટ્રેટિનોઇન, રેટિનોઇડ (વિટામીન એનું સ્વરૂપ) નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ તૈલીગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ થતા તેલની માત્રાને ઓછી કરે છે જેનાથી ત્વચાને ઝડપથી નવીનીકૃત થવામાં મદદ મળે છે.

Isotretinoin ની સામાન્ય આડઅસરો

લોહીની ઊણપ, લોહીમાં ઘટેલ પ્લેટલેટ્સ, આંખની પાંપણનો સોજો, આંખ આવવી, શુષ્ક આંખો, આંખમાં બળતરા, સૂકી ત્વચા, ડર્મેટાઇટિસ, ત્વચામાં ભીંગડા, પોપડી , ખંજવાળ, યકૃત એન્ઝાઇમમાં વૃદ્ધિ

Isotretinoin માટે ઉપલબ્ધ દવા

  • ₹82 to ₹362
    Sun Pharmaceutical Industries Ltd
    8 variant(s)
  • ₹94 to ₹504
    Cipla Ltd
    7 variant(s)
  • ₹102 to ₹360
    Intas Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹118 to ₹335
    Ipca Laboratories Ltd
    4 variant(s)
  • ₹199 to ₹295
    Hegde and Hegde Pharmaceutical LLP
    2 variant(s)
  • ₹75 to ₹310
    Micro Labs Ltd
    3 variant(s)
  • ₹183 to ₹311
    Glenmark Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹221 to ₹356
    Wallace Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹195 to ₹323
    Abbott
    2 variant(s)
  • ₹172 to ₹225
    KLM Laboratories Pvt Ltd
    2 variant(s)

Isotretinoin માટે નિષ્ણાત સલાહ

  • જો તમે આઈસોટ્રેટિનોઈન, વિટામિન A કે કેપ્સ્યુલના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો આઈસોટ્રેટિનોઈન લેવી નહીં.
  • મોં દ્વારા કે સ્થાનિક આઈસોટ્રેટિનોઈનની સારવાર પર હોવ ત્યારે પૂરતાં ગર્ભનિરોધક પગલાં લેવાં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • સગર્ભાવસ્થા નિવારવા, આઈસોટ્રેટિનોઈન વાપરતી વખતે સ્ત્રીઓએ ગર્ભનિરોધની ઓછામાં ઓછી બે પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇશે. પુરુષો પણ આઈસોટ્રેટિનોઈન ઉપયોગ કરતી વખતે ગર્ભનિરોધની પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇશે .
  • આઈસોટ્રેટિનોઈન સાથે વિટામિન A ન લેવી.
  • આઈસોટ્રેટિનોઈનની સારવાર પર હોવ ત્યારે સૂર્યપ્રકાશ અને યુવી કિરણો (જેમ કે સનલેમ્પ કે ટેનિંગ બેડ) સામે ત્વચાને રક્ષણ આપવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.
  • તમે આઈસોટ્રેટિનોઈનના ઉપચાર પર હોવ ત્યારે વાળ કાઢવા માટે વેક્સિંગ કે કોઈ ડર્મેબ્રેઝિન કે લેઝર સ્કીન સારવારનો ઉપયોગ કરવો નહીં.
  • આઈસોટ્રેટિનોઈન શરૂ કરતાં પૂર્વે લોહીમાં લિપિડના સ્તર, યકૃત કામગીરી, લોહીના કોષ કાઉન્ટ અને સગર્ભાવસ્થા પરીક્ષણ કરાવવાં.
  • છેલ્લી કેપ્સ્યુલ લીધા પછી 30 દિવસ પૂરાં ન થાય ત્યાં સુધી રક્તદાન કરવું નહીં.