Entecavir

Entecavir વિશેની માહિતી

Entecavir ઉપયોગ

દીર્ધકાલિન હેપટાઇટિસ B ની સારવારમાં Entecavir નો ઉપયોગ કરાય છે

Entecavir કેવી રીતે કાર્ય કરે

તે વાયરસની સંખ્યાના વધારાને પ્રતિબંધિત કરીને કાર્ય કરે છે, જેથી ચેપગ્રસ્ત દર્દીમાં તેમના સ્તર ઘટે છે.

Entecavir ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, ઉબકા, ચક્કર ચડવા

Entecavir માટે ઉપલબ્ધ દવા

  • ₹769 to ₹4102
    Zydus Cadila
    4 variant(s)
  • ₹2331 to ₹2660
    Dr Reddy's Laboratories Ltd
    3 variant(s)
  • ₹790 to ₹1220
    Cipla Ltd
    2 variant(s)
  • ₹2097 to ₹4241
    Natco Pharma Ltd
    2 variant(s)
  • ₹745 to ₹6210
    BMS India Pvt Ltd
    3 variant(s)
  • ₹744
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹2659
    Hetero Drugs Ltd
    1 variant(s)
  • ₹777
    Wockhardt Ltd
    1 variant(s)
  • ₹819
    Sun Pharmaceutical Industries Ltd
    1 variant(s)
  • ₹790
    Emcure Pharmaceuticals Ltd
    1 variant(s)

Entecavir માટે નિષ્ણાત સલાહ

  • તમારા ડોકટરની સલાહ વિના એન્ટેકેવિર લેવાનું બંધ કરવું નહીં.
  • એન્ટેકેવિરને ખાલી પેટે લેવી જોઇએ. કૃપા કરીને તમારા ડોકટરની સૂચનાઓ અનુસરો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમે સ્તનપાન કરાવતા હોવ તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • એન્ટેકેવિર લીધા પછી જો તમને ચક્કર, થકાવટ કે ઉંઘ આવતી હોય તો ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમને કિડનીનો રોગ, અન્ય કોઇપણ યકૃતનો રોગ અથવા યકૃત રોપણ કરાવ્યું હોય તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમને એઇડ્સ કે એચઆઇવી (હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ) ચેપ હોય તો એન્ટેકેવિર લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી. શંકાસ્પદ વ્યક્તિઓમાં એન્ટેકેવિર લેતાં પહેલાં એચઆઇવી માટે પરીક્ષણો કરાવવાં જોઇએ.
  • જો તમે સક્રિય દવા લેમિવુડાઇન (એપિવિર, એપ્ઝિકોમ, ટ્રિઝિવિર) અથવા ટેલબિવુડાઇન ધરાવતી દવાઓ લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો. હેપટાઇટિસ B ની સારવાર માટે ભૂતકાળમાં તમે લીધેલી તમામ દવાઓ વિશે તમારા ડોકટરને જણાવો.
  • એન્ટેકેવિર લેવા દરમિયાન હેપટાઇટિસ B વણસી શકે અને બંધ કરવી પડે. સારવાર પર હોવ તે દરમિયાન અને બંધ કરવા પર યકૃતની કામગીરીના પરીક્ષણો કરવા જોઇશે.
  • તમારા ડોકટરને ઉબકા, ઊલટી અને પેટમાં દુખાવા જેવા લક્ષણોની તકાલ જાણ કરો. આ લેક્ટિક એસિડોસિસ (લોહીમાં વધુ પ્રમાણમાં લેક્ટિક એસિડ) તરીકે ઓળખાતી એન્ટેકેવિરની જીવલેણ આડઅસર થવાનો નિર્દેશ કરી શકે. લેક્ટિક એસિડોસિસ મોટેભાગે સ્ત્રીઓમાં વધુ થાય છે, ખાસ કરીને જો તેઓ વદુ વજન ધરાવતાં હોય.