Elemental Iron

Elemental Iron વિશેની માહિતી

Elemental Iron ઉપયોગ

Elemental Iron કેવી રીતે કાર્ય કરે

Elemental Iron એ શરીરમાં રસાયણો સાથે પ્રતિક્રિયા કરીને શરીરમાં શોષાય છે અને શરીરમાં આયર્નના ઓછા સ્તરની જગ્યાએ આવે છે. આયર્ન પ્રિપરેશન એન્ટીએનેમિક્સ અને આયર્ન સપ્લિમેન્ટ નામની દવાઓના સમુહ સાથે સંબંધ ધરાવે છે. આયર્ન આપણા શરીરમાં હિમોગ્લોબિન (ઓક્સિજન લઈ જવા વાળો અને લોહીને લાલ રંગ આપતો પદાર્થ) અને માયોગ્લોબિન (કામ કરતાં સ્નાયુઓને ઓક્સિજન પૂરા પાડતા સ્નાયુ પ્રોટીન)ના નિર્માણ માટે પેશીઓને ઓક્સિજનકારી પ્રક્રિયાઓ માટે અનિવાર્ય હોય છે. આ ઘણા અનિવાર્ય એન્જાઇમ, ન્યુટ્રોફિલની પ્રક્રિયામાં સહાયતા પણ કરે છે અને ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવે છે.

Elemental Iron ની સામાન્ય આડઅસરો

ઊલટી, ઉબકા, કાળા/ઘેરા રંગનો મળ, કબજિયાત, અતિસાર

Elemental Iron માટે ઉપલબ્ધ દવા

  • ₹36 to ₹363
    Cadila Pharmaceuticals Ltd
    11 variant(s)
  • ₹185 to ₹286
    Corona Remedies Pvt Ltd
    3 variant(s)
  • ₹35 to ₹243
    Shreya Life Sciences Pvt Ltd
    4 variant(s)
  • ₹88 to ₹247
    Goddres Pharmaceuticals Pvt Ltd
    4 variant(s)
  • ₹40 to ₹263
    Venus Remedies Ltd
    4 variant(s)
  • ₹262
    Samarth Life Sciences Pvt Ltd
    1 variant(s)
  • ₹249
    Anax Lifescience
    1 variant(s)
  • ₹30 to ₹260
    Elder Pharmaceuticals Ltd
    3 variant(s)
  • ₹250
    Maneesh Pharmaceuticals Ltd
    1 variant(s)
  • ₹136 to ₹267
    Strides shasun Ltd
    2 variant(s)

Elemental Iron માટે નિષ્ણાત સલાહ

આયર્નની બનાવટ (ફેરસ સોલ્ટ) શરૂ કરવું નહીં કે ચાલુ રાખવું નહીં અને તમારા ડોકટરની સલાહ લેવી :
  • જો તમને આયર્નના પૂરકો પ્રત્યે એલર્જી હોય
  • જો તમને આયર્નની ઉણપ દ્વારા ના થયો હોય તેવો એનીમિયા હોય.
  • જો તમારા શરીરમાં ઘણો બધો આયર્ન જમા થવાને કારણે તમારી ત્વચા પર બ્રોન્ઝ (કાંસું)ના રંગ જેવી નિશાનીઓ હોય (હેમેક્રોમેટોસિસ અવા હેમોસિદેરોસિસ)
  • જો તમને આંતરડાને અસર કરતી કોઇપણ ગંભીર બિમારી હોય અથવા હતી, જેમાં પેટમાં અલ્સર, તમારા આંતરડાની સોજાયુક્ત સ્થિતિનો પણ સમાવેશ થાય છે,
  • જો તમને પેશાબમાં લોહી જણાય
  • જો તમારા ડોકટર દ્વારા તમને કહેવામાં આવ્યું હોય કે તમને કેટલીક સાકરો પ્રત્યે અસહ્યતા છે
આયર્નના ઇંજેક્ષનથી તીવ્ર અને કેટલીકવાર જીવલેણ એલર્જીક પ્રતિક્રિયાઓ કે લોહીનું અત્યંત ઓછું દબાણ થઇ શકે છે. જો તમને માથું ભમતું જણાય (મૂર્ચ્છા જેવું લાગવું), અથવા જો તમને અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય તો તરત જ તમારા સંભાળ રાખનારને જણાવો.
જો તમે આયર્નના ઇંજેક્ષન પ્રત્યે એલર્જીક હોવ અથા જો તમને આયર્નની ઉણપને કારણે ના થયો હોય તેવા પ્રકારનો એનીમિયા હોય તો તમારે તેના ઇંજેક્ષન લેવા જોઇએ નહીં
જો તમને નીચેના પ્રકારની એલર્જીક પ્રતિક્રિયાઓની નિશાનીઓ થાય તો તત્કાલ તબીબી મદદ મેળવવી : ઝીણી ફોલ્લી; શ્વાસ લેવામાં મુશ્કેલી; ચહેરા, હોઠ, જીભ, કે ગળામાં સોજો.
જો આયર્નના ઇંજેક્ષનનો રંગ બદલાયો હોય અથવા તેમાં કણો દેખાય તો તેનો ઉપયોગ કરવો નહીં. નવી દવા માટે તમારા ફાર્માસિસ્ટને કોલ કરવો.