Benzoyl Peroxide

Benzoyl Peroxide વિશેની માહિતી

Benzoyl Peroxide ઉપયોગ

ખીલ (ફોલ્લી) ની સારવારમાં Benzoyl Peroxide નો ઉપયોગ કરાય છે

Benzoyl Peroxide કેવી રીતે કાર્ય કરે

બેન્ઝોઇલપેરોક્સાઇડ એવા બેક્ટેરિયા (જીવાણુ) પર હુમલો કરે છે જે પ્રોપિયોનીબેક્ટેરિયમ એક્નેના નામથી ઓળખાય છે. જે ખીલ થવાના મુખ્ય કારણોમાંથી એક છે. તેમાં છોલવાના અને સુકવવાના ગુણો પણ હોય છે.

Benzoyl Peroxide ની સામાન્ય આડઅસરો

સૂકી ત્વચા, એરિથમા, ત્વચા છાલ ઉતરવી, બળતરાની સંવેદના

Benzoyl Peroxide માટે ઉપલબ્ધ દવા

  • ₹112 to ₹154
    Torrent Pharmaceuticals Ltd
    2 variant(s)
  • ₹129 to ₹140
    Hegde and Hegde Pharmaceutical LLP
    2 variant(s)
  • ₹153 to ₹176
    Ajanta Pharma Ltd
    2 variant(s)
  • ₹65 to ₹179
    Oaknet Healthcare Pvt Ltd
    2 variant(s)
  • ₹121 to ₹237
    Wallace Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹75 to ₹160
    Prism Life Sciences Ltd
    2 variant(s)
  • ₹31 to ₹88
    Gary Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹60
    Parry Pharma Pvt Ltd
    1 variant(s)
  • ₹165
    Canbro Healthcare
    1 variant(s)
  • ₹110
    Praise Pharma
    1 variant(s)

Benzoyl Peroxide માટે નિષ્ણાત સલાહ

  • આ દવા માત્ર બહાર ઉપયોગ કરવા માટે જ છે. બેન્ઝોઈલ પેરોક્સાઈડનો ઉપયોગ કર્યા પછી હંમેશા તમારા હાથ ધૂવો.
  • બેન્ઝોઈલ પેરોક્સાઈડનો ઉપયોગ કરવા દરમિયાન સખ્ત સૂર્યપ્રકાશ અથવા યુવીલેમ્પની સામે આવવું નહીં. જો એમ ના થઈ શકે તો યોગ્ય સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો અને સાંજે ત્વચાને ધોયા પછી બેન્ઝોઈલ પેરોક્સાઈડ લગાડો.
  • આંખ, મોં, નાક (ખાસ કરીને મ્યુકસના સ્તર) સાથે સંપર્ક કરવાનું ટાળો. જો આકસ્મિક રીતે સંપર્ક થાય તો હુંફાળા પાણીથી સારી રીતે ધૂવો.
  • નૂકસાન પામેલ ત્વચા પર બેન્ઝોઈલ પેરોક્સાઈડ લગાડવું જોઈએ નહીં.
  • આ પ્રોડકટથી વાળ તથા કપડા, ટુવાલ, અને પથારીની ચાદર સહિત રંગીન કપડાને સફેદ કરી શકશે. આ સાધનસામગ્રીઓ સાથે જેલનો સંપર્ક ના થાય તે માટે સાવધાન રહેવું.
  • ગરદન અને અન્ય સંવેદનશીલ જગ્યા પર બેન્ઝોઈલ પેરોક્સાઈડ લગાડો ત્યારે સાવધાની રાખવી જોઈએ.
  • સારવારના પ્રથમ 2 કે 3 અઠવાડિયા માટે જો તમારી ત્વચાની સ્થિતિ વણસતી જણાય તો બેન્ઝોઈલ પેરોક્સાઈડનો ઉપયોગ બંધ કરવો નહિ.
  • જો તમે બેન્ઝોઈલ પેરોક્સાઈડ અથવા આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો બેન્ઝોઈલ પેરોક્સાઈડ લગાડવું નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો બેન્ઝોઈલ પેરોક્સાઈડનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમે ખીલની અન્ય કોઈપણ પ્રોડક્ટસનો ઉપયોગ કરી રહ્યા હોવ અથવા એવી દવાઓ કે જેનાથી ત્વચા ઉખડવી, બળતરા થવી અને સૂકી થવી તેવી અસરો થતી હોય તો બેન્ઝોઈલ પેરોક્સાઈડ લગાડવું નહીં.